હોમ

શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

આપણું વર્તન - આપણી છાપ

અમદાવાદ - વડોદરા એક્સ્પ્રેસ હાઇવે ઉપરની એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટના વોશરૂમમાં લાગેલી સુચના... (અહીં ફક્ત કાર માલીકો જ રોકાય છે)

વર્તન: જાહેરમાં, જાણીતી કે અજાણી જગ્યાએ, પરીવાર સાથે કે ગૃપમાં. આપણી ઓળખ બને છે.


- આપણે કે અન્ય કોઇના ઘરે પ્રસંગ હોય પાર્કીંગ કેવું કરેલ હોય છે? 
 જાણે રોડ પુ. પિતાશ્રીની માલીકીનો હોય અને પાડોશીને એમના ઘરે જવા માટે ઓબસ્ટેકલ કોર્ષ જેવું થાય.

- આપણે કે અન્ય કોઇના ઘરે પ્રસંગ હોય ત્યારે બુટ/ચંપલ કેમ રાખીએ છીએ?
જાણે કુંભનો મેળો. એકે એક જોડી વીખાઇ જાય. એક બુટ પાલીશ વાળું રહે અને બીજું ઘસાઇ જાય. ઢગલો હોય.

- કોઇ પણ વાહનમાં મુસાફરી દરમ્યાન નાસ્તો કર્યા પછી એ પડીકાનું શું કરીએ?
એ.... ઘા. પાછળ આવતા વાહન ઉપર, રસ્તા ઉપર, કોઇના માથા ઉપર. અને તમે જો માર્ક કર્યું હશે તો રસ્તાની કે ટ્રેઇનના ટ્રેકની બન્ને બાજુએ પ્લાસ્ટીકનો પથારો નયનરમ્ય તો નથી જ લાગતો ને.

- સીનેમા હોલમાં થોડી ક્ષણો માટે લાઇટ જતી રહે તો કેવું વર્તન કરીએ છીએ?
જાણે સીટી વગાડવાથી કે બરાડા પાડવાથી લાઇટ આવી જવાની હોય. અને કાં અંધારાની બીક લાગે છે?

- વરઘોડામાં રસ્તા ઉપરનું વર્તન કેવું હોય છે?
જગતમાં પહેલા લગ્ન હોય, રસ્તો પિતાશ્રીનો હોય, હોસ્પીટલ કે સ્કુલ મારી ફરે. ફટાકડા અને લાઉડ મ્યુઝીક અબાધીત હક્ક બને અને આંગળી ઉંચી કરીને ભાંગડા કેમ થાય એ જોવા આખા પંજાબને જોવા બોલાવવા પડે.

- ટ્રેઇનની મુસાફરીમાં રાત્રે ૧૦ પછી મોટા અવાજે વાતો કરીએ છીએ?
સાથી મુસાફરોને એકલતા ન લાગે. એ પણ આપણી ચર્ચામાં અને ઠહાકામાં ભાગ લે (અનીચ્છાએ) એ પછી ભલે માથા પછાડતો હોય.

- હેડફોનમાં મ્યુઝીક સાંભળવું એ સારી બાબત છે.
પણ સાથે મોટા અવાજે સાથે ગાય એ કેવું સુંદર લાગે?

- જાહેર મુતરડીમાં સફાઇની જવાબદારી તો સફાઇ કામદારની હોય. પણ યુરીનપોટમાં પાનના કોગળા કરી નાખે અને પછી એ છલકાય.
તો ભાઇ થુકદાનીમાં લઘુશંકા કરોને.

- હોસ્પીટલમાં કોઇની ખબર કાઢવા જાય ત્યારે બાજુના પેશન્ટનું કેટલું ધ્યાન રાખીએ?
અરે... એના ખાટલે તો બેઠા હોઇએ. ભલેને એના ઓક્સીજનની નળી દબાય.

લાસ્ટ બટ નોટ લીસ્ટ...

- ટ્રાફીકના નિયમોનો ભંગ કરીએ, જાણી જોઇને જ સ્તો. અને પછી એ કોન્સ્ટેબલને પુછીએ... તને ખબર છે?? હું કોણ છું??? મારા બાપુજી કોણ છે?? બકલ પટ્ટા ઉતારી દઈશ.
તું કોણ છે અને બાપુજી કોણ છે એ તને અને તારી બા ને ખબર. અને એ કોન્સ્ટેબલ છે હરતીફરતી ફોરેન્સીક લેબ નહી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો