હોમ

સોમવાર, 3 સપ્ટેમ્બર, 2012

છાપાના શિર્ષકો અને એ પણ રાજકોટના...


ઘણા વખત પછી ટીપીકલ સૌરાષ્ટ્રના ન્યુઝ હેડલાઇન (ઓન-લાઇન) જોઇને હાઇશ થઈ. વાંચીને એવું લાગે કે તમે ત્યાં જ છો (Like being there).

જેમ કે....

૧. લાલઘુમ...
૨. ધ્રુજારો
૩. આ..લે..લે..
૪. ભરી પીવાની ધમકી...
૫. ભારે જહેમત ઉઠાવી હતી...
૬. ચાબખા....
૭. (સામુહીક ઘટના માટે) ઘાણવો
૮. બઘડાટી
૯. ધબધબાટી
૧૦. ધમધમાટ
૧૧. તડામાર તૈયારી.
૧૨. લમધાર્યો
૧૩. અડબોથ વળગાડી દીધી
૧૪. એરૂ આભડી ગ્યો.
૧૫. ભડનો દીકરો
૧૬. ધીંગાણુ
૧૭. માતેલા સાંઢ જેવો ખટારો
૧૮. ડખ્ખો
૧૯. ધીંગાણુ
૨૦. લાલ આંખ
૨૧. તંત્રનું ઉં હું.
૨૨. વખ ઘોળ્યું.
૨૩. ચોરનો હાથ ફેરો
૨૪. રાડ ઉઠી છે.
૨૫. રાવ ઉઠી છે.
૨૬. સમળીનો તરખાટ (ચેઇન સ્નેચર માટે)

2 ટિપ્પણીઓ:

  1. મિતેશભાય,

    સાચી વાત છે, આવા શબ્દ (સમૂહો) વાંચીને સમાચાર(તત્વ)થી વધુ તો આવા અર્થ (અને ક્યારેક અનર્થ )કરવામાં મજા આવે.

    આ સાથે બે લિંક આપું છું ત્યાં એક જમાનામાં અમે આવા ગતકડાં કરતા.
    છાપાઓની ભાષા = http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=49137428&tid=5256061130167025752

    ગાયબ થઈ રહેલા/થઈ ગયેલા ગામઠી શબ્દો..કહેવતો =
    http://www.orkut.co.in/Main#CommMsgs?cmm=49137428&tid=5516920045226196998

    જવાબ આપોકાઢી નાખો
  2. રજનીભાઇ - પહેલાં તો અહીં વીઝીટ કરવા બદલ અને એક સરસ લીંક શેર કરવા બદલ ખુબ ખુબ આભાર. આપનું માર્ગદર્શન અને ઉત્સાહ મળતો રહે એ અપેક્ષા...

    થેન્ક્સ.

    જવાબ આપોકાઢી નાખો