હોમ

શુક્રવાર, 14 સપ્ટેમ્બર, 2012

સમસ્યા માનસિક છે - Enjoy What you Do.


સામાન્ય રીતે આપણી સમસ્યા આપણને ખૂબ મોટી લાગે અને એના વિશે રડવાનું, ગામ ગજાવવાનું , ફરિયાદો કરવાની બહુ પસંદ આવે. અને ખાસ કરીને જૉબ અથવા નોકરી એમાં અગ્રસ્થાન રહેતી હોય છે.

કરવું શું? ક્યારેક ઘણું શીખવા મળે છે. ફરિયાદમાંથી નહી, એની માટે કામ કરવાથી.

૬ વરસ પહેલાંની આ વાત છે. મારા એક સાઉથ આફ્રિકન બોસ હતા, પ્રીવિયસ ઓર્ગેનાઇઝેશનમાં. એમણે નવરાત્રી દરમ્યાન ગુજરાતની બ્રાંચ વીઝીટ, એજન્ટ મીટીંગ્સ અને મૅનેજર રીવ્યુઝનું આયોજન કર્યું. શૉર્ટ નોટિસ, ૨૦ બ્રાંચની મુલાકાત અને મોટા ભાગે સાંજે અને મોડી રાત્રિની પણ મુલાકાત વધારે હતી.

એમને મેઇલ વડે જણાવ્યું કે સાહેબ પ્રૉબ્લેમ છે. ગુજરાત, નવરાત્રી અને સાંજ અને રાત્રિની મીટીંગ્સ.. લોકો નહી આવે અને આપનો ધક્કો જોઇતું પરિણામ કદાચ નહી લાવી શકે.

એમણે ૪ લાઈનનો જવાબ મોકલ્યો.

ડિયર મિતેષ,

પ્રૉબ્લેમ એ એક એવી ડાકણ (Bitch) છે જે બધાને ખાવા તત્પર છે. અને પ્રોબ્લેમ્સ છે એટલે જ આપણું અસ્તિત્વ પુરવાર થાય છે. જો પ્રોબ્લેમ્સ ન હોત તો હું અને તું બન્ને જોબ વગરના હોત. એન્ટીસીપેટ પ્રોબ્લેમ્સ, ફીલ યોર જોબ સીક્યોર્ડ.. આપણો પ્રોગ્રામ ફાઈનલ જ છે. નો ચેઇન્જ.

થેન્ક્સ.
-
અને એમની વીઝીટ થઈ, લોકો આવ્યા અને એકદમ સફળ પણ રહી.

ઘણી સમસ્યાઓ માનસિક હોય છે, સમાધાન આપણી પાસે જ છે. પણ આપણે કાં તો જોવા માંગતા નથી અને કાં તો જોવા તૈયાર નથી.

એન્જોય વોટ યુ ડુ.

6 ટિપ્પણીઓ:

  1. બિલકુલ સાચી વાત છે મુસીબતને કે સમસ્યાઓને જેટલું મહત્વ આપશો એટલી મોટી લાગશે મને પણ મારો આવો અનુભવ યાદ આવી ગયો ૨૦૦૪ માંઅમે પતિ -પત્ની સાથે જોબ કરતા હતા તે કોલેજમાંથી હું ફાજલ થઇ ને મને આણંદ કોલેજમાં પોસ્ટીંગ મળ્યું મારે સાવ અચાનક ભર્યું-ભાદર્યું ઘર મારા બાળકો ને પ્રિય પતીદેવથી દૂર જવાનું થયું મને એક જાતની હતાશા ઘેરી વળી એવું થતું કે મારા જેવું દુખ બીજા કોઈને હશે જ નહીં,,,તાત્કાલિક તો આખું કુટુંબ શિફ્ટ થાય તેમ હતું નહીં કારણકે ઓક્ટોબર મહિનો હતો એટલે દીકરાને સ્કૂલમાં એડમિશનના પણ પ્રશ્નો ઉભા થાય એટલે કામચલાઉ વ્યવસ્થા વિચારી કે નવા સત્ર સુધી મારે પપ્પાને ઘેરથી રોજ આણંદ અપ-ડાઉન કરવું ને શનિવારે અંકલેશ્વર મારે ઘેર જવાનું રવિવારે સાંજે પાછું વડોદરા ,,,આ દર રવિવારે હું જે વડોદરા પાછી જતી ત્યારે મેમુના લેડીઝ કોચમાં બેસતી પહેલા સાવ ઉદાસ એક ખૂણામાં બેસી રહેતી પણ ધીરે ધીરે બધાનો પરિચય કેળવાતો ગયો ને પછી તો દર રવિવારે કોચમાંની કોઈ ને કોઈ બહેન ની સમસ્યા વિષે જાણતી થઇ તેમ તેમ મને લાગ્યું કે આ બધી સ્ત્રીઓની સમસ્યાઓની તુલનામાં મારી સમસ્યા તો કંઈ જ નથી પછી જેમ નજર સકારાત્મક બની તેમ મારી પરિસ્થિતિમાં રહેલા સકારાત્મક પાસા પણ મને દેખાવા લાગ્યા ને આજે મને જિંદગીથી કોઈ ફરિયાદ નથી એમ તો નહીં કહું પણ હવે હું વિચલિત નથી થઇ જતી શાંત ચિતે વિચારીને મારી સમસ્યાઓનું નિરાકરણ કરી શકું છું

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. માનવ નો સ્વભાવ જ એવો છે ....જ્યારે કોઇ નવી અને મોટી સમસ્યા આવે છે ત્યારે જુની સ્મસ્યા આપોઆપ ભુલી જવાય છે.........

      કાઢી નાખો
  2. એબસોલ્યુટલી......તમારા બોસે સાચુ જ કહ્યુ..... પ્રોબ્લેમ્સ ના હોય તો આપણી કદર કોણ કરવા નું......???
    આવુ ડેસ્પીરેશન જ કામ સફળતા પુર્વક પાર પાડે છે....
    સુપર્બ મીતુભા....... મસ્ત શેરીંગ પ્રભુ.....રુછિર

    જવાબ આપોકાઢી નાખો
  3. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  4. મીતેશભાઇ : જબરદસ્ત, સાદી પણ સરળ ભાષા માં ઘણું સમજાવ્યું! પહેલા બહેરામ દસ્તુર સાહેબ કહે છે ને કે "થોરાં માં માં ઘનું"....

    જવાબ આપોકાઢી નાખો