હોમ

શનિવાર, 15 સપ્ટેમ્બર, 2012

નવું શીખવાની કોઇ ઉંમર ખરી? GROWING OLDER IS MANDATORY. GROWING UP IS OPTIONAL


નવું શિખવાની કઈ ઉંમર યોગ્ય ગણી શકાય? વ્યક્તિ જો ઈચ્છા ધરાવે તો કોઈ પણ ઉંમરે એમની ઇચ્છા પૂર્ણ કરી શકે છે. એક સત્ય ઘટના જે મને આજથી લગભગ ૧૦ વરસ પહેલાં એક મિત્રના ઇ-મેઇલ વડે મળેલો કિસ્સો છે. આ કિસ્સો ખરેખર ઘણું શીખડાવી જાય છે.

આગળ વાંચો... એમના શબ્દોમાં જ.

આ ચીત્ર સીમ્બોલીક છે. રોઝનું ચીત્ર નથી.


અમેરિકાની કોઈ એક યુનિવર્સિટીના સેમેસ્ટરનો પહેલે દિવસ હતો. પ્રોફેસર આવીને એટેન્ડન્સ લઈ રહ્યા હતા,

અને બધાના આશ્ચર્ય વચ્ચે એક વૃદ્ધ સ્ત્રી ક્લાસમાં પ્રવેશ્યા.
ચહેરો એકદમ કરચલી વાળો હતો અને ચહેરા ઉપર સોનેરી ફ્રેઈમના ચશ્મા.
સાધારણ ઉંચાઇ પણ સ્મિત સાથે બધાને અભિવાદન કર્યું.
અને લોકો સમજ્યા વગર એમની ઉંમરને માન આપતાં ઉભા થયા.

એ વૃદ્ધ સ્ત્રી એ વિનંતી કરી, મહેરબાની કરી બેસી જાવ. હું પણ આપની જેમ એક વિદ્યાર્થી જ છું.રૂમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું.

પહેલી બેંચ ઉપરના વિદ્યાર્થીઓ એમને બેસવા માટે જગ્યા કરી આપી. તો એ વૃદ્ધ સ્ત્રી કહે કે મારી હંમેશાની બેઠક તો છેલ્લા બેંચ જ રહી છે. ખાસ તો એટલાં માટે કે હું કોઈ તોફાન કરૂં તો પકડાઈ ન શકું. બધાને ફરી એક વાર હસવું આવ્યું. અને એમને માનભેર છેલ્લા બેંચ ઉપર બેસાડ્યા.

અને એ મારી પાસે આવીને બેઠાં. અને કહે હાય હૅન્ડસમ! કેમ છો? મારું નામ રોઝ છે. તારું?

મારી ઉંમર ૮૭ વરસની છે. શું તું મને એક જાદુ કી ઝપ્પી આપી શકે? મને હસવું આવ્યું પણ પ્રેમથી એમણે કહ્યું તેમ કર્યું.
મેં એમને મારું નામ જણાવ્યું. અને પૂછ્યું કે તમે આ નાજુક ઉંમર કૉલેજ અભ્યાસ?

તો રોઝ કહે કે હું તો મારા સોનાનો રાજકુમાર શોધવા આવી છું. અને મને લગ્ન કરવા છે અને બાળકો પણ જોઇએ છે.
અને એમનું નિર્મળ સ્મિત મને સ્પર્શી ગયું. એમના ચહેરા ઉપર અજબ તેજ હતું.

મેં એમને કહ્યું કે એમ મજાકમાં નહી. ખરેખર જણાવો, કે આ ઉંમર એવું કયું પરિબળ છે કે જે તમને અહીં કૉલેજ સુધી ખેંચી લાવ્યું? રોઝ કહે કે મારી જીવનની એક અદમ્ય ઇચ્છા રહી છે કે મારે કૉલેજ શિક્ષણ પણ લેવું છે.

ક્લાસ પૂર્ણ થયા પછી અમે બન્ને કેન્ટીનમાં ગયા. અને ચા સાથે બીસ્કીટસ પણ ખાધાં.
એ પછી અમે બન્ને ગાઢ મિત્રો બની ગયા. ત્રણ મહિના નિયમિત સાથે ક્લાસ એટેન્ડ કરવાનો, સાથે ચા-નાસ્તો અને એમની અલભ્ય વાતોનો ખજાનો. સાંભળીને બસ એમ જ થાય કે પાછાં ભૂતકાળમાં જતા રહ્યા. અને પછી તો આખી કૉલેજના ડાર્લિંગ બની ગયા. જાણે ૮૭ વરસના યૂથ આઇકોન. કોઈ પણ સાથે સરળતાથી એ ભળી શકે, મિત્રો બનાવી શકે અને નવા સમયને અનુરૂપ ડ્રેસિંગ પણ અપનાવી લીધું.

સત્રના અંતે કૉલેજના ઓડીટોરીયમમાં એમને ખાસ વક્તવ્ય માટે નિમંત્રણ મળ્યું. અને એ પળ જીવનભર ન ભુલાય તેવી રહી.

તેમના નામનો જ્યારે ઉલ્લેખ અને પરિચય અપાયો ત્યારે તેઓ મંચ ઉપર પોડીયમ પાસે ગયા અને એમના હાથમાંથી એક-બે કાર્ડ પડી ગયા (જે એમણે પોતાના વક્તવ્ય માટે તૈયાર કરેલા હતા) એ થોડા ગભરાયેલા દેખાણાં. અને માઇક્રોફોન પાસે આવીને બોલ્યાં કે મને માફ કરશો. જરા ગોટાળો થયો મારાથી. આજે કદાચ મારાથી ચશ્મા ઘેરે રહી ગયા છે એટલે આ અગાઉથી તૈયાર કરેલ વક્તવ્ય તો નહી વાંચી શકું પણ જે હું જાણું છું તે વિશે વાત કરીશ. બધાને સ્મિત આવ્યું. અને તેઓ ગળું ખોંખારીને શરૂઆત કરી.

આપણે જેમ મોટા થઈએ એટલે રમવાનું બંધ નથી કરતાં, પણ રમવાનું બંધ કરીએ છીએ એટલે મોટા થઈએ છીએ. કાયમને માટે યુવાન, સફળ અને આનંદિત રહેવાના સરળ રહસ્યો છે. જીવનમાં રમૂજ અને હાસ્ય બહુ જ જરૂરી છે. ન મળે તો શોધીને પણ મેળવો.

બીજું, જીવનમાં સ્વપનાઓ પણ એટલાં જ જરૂરી છે. જો સ્વપનાઓ ન જોઇ શકો, કે ખોવાઈ જાય તો સમજી લ્યો કે તમે મૃત છો. આપણી આસપાસ એવા અનેક માણસો ફરે છે જે મૃત છે અને એમને ખબર સુધ્ધાં નથી.

આગળ વધવું અને ઉંમર વધવી એ બન્નેમાં ખૂબ તફાવત છે. કોઈ ૧૯ વરસની વ્યક્તિ કશું જ કાર્ય કરવા વગર પથારીમાં પડી રહે તો એની મેળે વરસ પછી ૨૦ વરસની થવાની જ છે. કોઈ પણ ઉંમરમાં વધી શકે છે અને એના ઉપર આપણો કોઈ કાબુ પણ નથી. એમાં કોઈ કાબેલિયતની જરૂર પણ નથી.

પણ ઉન્નતિ મેળવવી એટલે આપણી આસપાસ રહેલી તકને હકારાત્મક રીતે ઝડપવી અને એને અનુરૂપ પરિવર્તન પામવામાં છે. અને એમાં કોઈ જ રંજ ન હોય. રંજ તો એ બાબતનો નથી જ રહેતો કે આપણે શું કર્યું છે. એના કરતાં રંજ તો એ રહે કે આટલી ઉંમર પછી આપણે એવી કઈ બાબત હજી કરવાની બાકી છે? અને રંજ તો એમને વધુ હોય જે ફક્ત વધતી ઉંમર સાથે મૃત્યુની પ્રતીક્ષા કરતા હોય છે.

અને એમણે પછી એક સુંદર ગીત એમના ધ્રુજાતા અવાજને રજૂ કર્યું. અને એ ઓડીટોરીયમમાં બેઠેલા ૨૦૦૦ વિદ્યાર્થીઓ પ્રતિસાદ રૂપે એમને સાથ આપ્યો.

વરસના અંતે એઓ સફળતા પૂર્વક સ્નાતક તરીકે ઉત્તીર્ણ થયા. અને એ પછી એક અઠવાડીયામાં એ શાંતિથી મૃત્યુ પામ્યા. એમની સ્મશાન યાત્રામાં કૉલેજના ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થી આંખમાં આંસુ સાથે કબ્રસ્તાનમાં હાજર હતા. રોઝ દરેકના હૈયાંમાં જ હતાં.

REMEMBER, GROWING OLDER IS MANDATORY. GROWING UP IS OPTIONAL.
We make a Living by what we get, We make a Life by what we give.

4 ટિપ્પણીઓ:

  1. મીતેશભાઇ : આપણા સમાજમાં મોટા હોવું, મોટા થવું, અને મોતની માફક વર્તવું એ એક સામાન્ય વ્યવહાર છે. સામાજિક દબાણ આપણે મોટા ગણવા અને ગણાવવા માટે વાન્દેખાતી ફરજ પડે છે. અમુક વ્યક્તિથી અમુક કામ જ થાય અને અમુક ન થાય. આમાંથી બહાર આવવું એક અગત્યની બાબત છે. આપણે ત્યાં પણ આવા દાખલા છે. કદાચ કોઈને રાયપુર,હવેલીની પોળ, અમદાવાદ યાદ હોય તો, ત્યાં ભારતીય વાયુ સેના ના નિવૃત્ત સ્કવોડ્રન લીડર, સ્વ. શ્રી જનકરાય બી.દ્વિવેદી રહેતા હતા, ૬૦ વર્ષની ઉંમર પછી એમણે હોમીઓપથી ભણવાનું શરુ કર્યું, પૂરું પણ કર્યું, અને ઘણાને માનદ સેવા આપી. તેઓનું સ્વપ્ન હતું જે પૂરું ના થયું અને ગ્રેજુઅશન પછી એજુકેશન કોર્પ, વાયુદળ માં જોડાયા, અંતે પોતાનું સ્વપ્ન પૂરું કર્યું.

    જવાબ આપોકાઢી નાખો
  2. ખૂબ સુંદર પ્રેરણારૂપ દ્રષ્‍ટાંત

    જવાબ આપોકાઢી નાખો