હોમ

શુક્રવાર, 12 જાન્યુઆરી, 2018

Importance of Roti - રોટલીનું મહત્વ અને એ પણ આપણા પ્રદેશ બહાર.

રોટલીનું મહત્વ કેટલું એ તો જ્યારે માંડ મળે ત્યારે ખબર પડે.

૧૯૮૪ - મે-જુન દરમ્યાન તામીલનાડુ - કેરળ બોર્ડર પર આવેલ થક્કલે ગામમાં NCC કેમ્પ દરમ્યાન ભોજન તો ટીપીકલ NCC કેમ્પનું જ. ક્વોન્ટીટી જોઈએ એટલી, સ્વાદ શોધવાનો. પણ આખા દિવસની શારીરીક કસરત બાદ પુરતું મળતું એ મહત્વનું હતું.

મેનુ ખુબ લાજવાબ. સવારે નાસ્તામાં ઇડલી, રસમ અને સાંબાર. 
બપોરે જમવામાં રાઈસ, રસમ અને સાંબાર સાથે પાપડમ નંગ ૧. 
અને રાત્રે જમવામાં સાંબાર, રસમ અને રાઇસ. ચેન્જ મળી રહેતો. આવું એક જ મહીનો.


રોટલી માટે તકલીફ દક્ષીણ અને પુર્વ સીવાયના રાજ્યોના કેડેટ્સને પડતી.
તસ્વીર સોર્સ: ઇન્ટરનેટ


વીસમા દિવસે થોડા કલાકો માટે કન્યાકુમારી સાઈટસીઈંગ માટે ફરવા ગયા સવારના સાડાનવ વાગ્યે પહોંચ્યાં. ત્યાં પણ ઠેકઠેકાણે સાપાડ મળે. સાપાડ એટલે કેળાના પાંદડામાં ભાત, રસમ, સાંબાર અને બે-ત્રણ શાક સાથે પાપડમ.

અચાનક એક હિન્દીમાં બોર્ડ વંચાણું.

મારવાડી એવમ ગુજરાતી ભોજન મીલેગા.

એ વાંચીને ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને હરીચાણાના કુલ ૪૫ કેડેટ્સ અંદર બેસી ગયા. ભારતીય બેઠક હતી. હોટેલ વાળો મુંઝાઈ ગયો. બધા જ યુનિફોર્મમાં હતા. બાકીના રાજ્યો વાળાએ અન્ય હોટેલ શોધી લીધી હતી અને એમની પણ આ જ સ્થિતિ હતી.

પેલો કહે હજી તો શાક દાળ બનાવવાના બાકી છે. - 
જવાબ: ચલેગા. રોટી હૈ?


પેલો કહે કે એ છે. લોટ બંધાઈ ગયો છે. સાથ મેં અચાર હી હૈ: 
જવાબ: ચલેગા. લેકીન જલ્દી લાઓ.


પેલો કહે: સબ કો તીન તીન હી દે પાઉંગા: 
જવાબ: ચલેગા. લેકીન જલ્દી લાઓ.


અને રોટલી રેશનીંગમાં હોય એમ આવી. અને જોઈને આંસુ નીકળી ગ્યા. જાડી પણ તાજી અને સોફ્ટ. ત્રણ રોટલી અથાણા સાથે ક્યાં ગાયબ થઈ ગઈ એ ખબર ન પડી. અને પછી સામો સવાલ

કબ તક ખુલા રહેગા? : જવાબ: ભોજન દોપહેર તીન તક.અરે ઓર ભી હોટેલ હૈ. સબ લોક અલગ અલગ જગા પે જાના. અંહીયા એક સાથે આટલાને ન પહોંચી શકાય.

અને એ સ્થળને અને બીજાને ધ્યાનમાં રાખીને જ બજારમાં ફર્યા અને ત્રણ સુધીમાં બે વાર રોટલી જમી આવ્યા. સાથે પંદર રોટલીનું પાર્સલ બંધાવ્યું. અને સાંજે અને બીજા દિવસે કેમ્પમાં સાચવીને ખાધી.

એ પછી ફરી એક વાર રોટલી તેર દિવસ બાદ ઘરે જ જોવા મળી. અને એક વરસ સુધી ઇડલી અને ભાત બંધ. એ અલગ.

#આ_તો_એક_વાત