હોમ

શુક્રવાર, 3 મે, 2013

What is there in Name? નામાયણ, નામની પારાયણ



નામમાં શું રાખ્યું છે? અને નામનું શું છે?


એક જમાનો હતો કે નામ એવા જોરદાર રહેતા લોકોના કે બોલતાં અને સાંભળતાં જાણે વજન પડે. અમારા એક મુરબ્બીનું નામ પ્રજ્વલીતરાય, અને સાસરે જાય એટલે પ્રજ્વલીતરાય ભાઈ કે પ્રજ્વલિત કુમાર. હવે સાસરા પક્ષે એમને આવકારે કે પ્રજ્વલીતકુમાર પધારો પધારો એટલું  બોલે  ત્યાં તો બૂટ મોજાં કાઢીને ફ્રી થઈ ગયા હોય. અને કેવાં કેવાં નામો રહેતા, બોલતાં મોઢાં ભરાઈ રહે અને બોલવાની મજા પડે.
જેમ કે
ભારતેન્દુ, પ્રજ્વલીતરાય, માર્કંડરાય, પ્રહલાદરાય, ભાલેન્દુચંદ્ર, કનકચંદ્ર, અદ્વૈતશંકર, જન્મેજયરાય, નરભેરામ, ધીરેન્દ્રરાય, ધૈર્યચંદ્રરાય, કમલેન્દ્ર, કમલનયનચંદ્ર

અને સ્ત્રીઓના નામ?


કુસુમલતા, ધૈર્યબાળા, કાત્યાયની બાળા, ચંદ્રકાંતા, હિમજા
અને નામનું ગૌરવ પણ હતું. અમુક પરિવારમાં નામને બદલે પછી ટૂંકા નામે બોલાવવાનો રિવાજ પડે. દુષ્યંતચંદ્રને દીકુભાઈ, પ્રદ્યુમનરાયને પદુભાઈ, જીતાત્માનંદને જીતુભાઈ જશવંતરાયને જશ ભાઈ
અમુક જ્ઞાતિ વિશિષ્ટ નામ પાડવા માટે મશહૂર છે. જ્ઞાતિ સિવાયના લોકો જો એક સાથે નામ બોલે તો થૂક ઊડવાને કારણે એને ડિહાઇડ્રેશન થવાના સંજોગો વધી જાય.
જેમ કે,
અનભિજ્ઞમોહ્જ્ઞદૈવજ્ઞતૃષિતકાત્યાયનીકૃપણતદ્રુપવૈદેહીવર્ચસ્વની, બૃહ્નીતા, પર્જન્ય, નિર્ધારીકા
અદ્વૈત, અચ્યુત, કામાક્ષી, સુશ્રુત, વત્સસ

અમુક નામમાં માણસો મુંઝાઇ જાય કે બેન હશે કે ભાઇ?
પંકજ, કનક, સુમન, નમન,
અમુક નામ એવા કે એક કાનોમાતર લિંગ ફેરવી નાખે...

પંકજ પંકજા, નયન નયના, ભરત ભારતી, જ્યોત જ્યોતિ દિવ્ય દિવ્યા
અમુક નામ એમની પ્રકૃતિ કે સ્વભાવને જાણે સજાવતા હોય એમ લાગે. પણ અંદરથી જુવો તો કોઈ માત્રામેળ હોય.
નામ એવા ગુણ હોય? (બધાને લાગુ પડે પણ કેટલાં આવા પણ હોય છે) કોઈના અંગતમાં નામ હોય તો મન ઉપર કાંઈ લેવું પ્લીજ્જ્જ.

નયનસુખ = આંખ અને નંબર હોય.
ધનસુખ = બચ્ચાડો માંગીને ખાતો હોય.
તનસુખ = અડધો પગાર દવામાં જતો હોય
મનસુખ = માનસિક રોગી હોય
મીનાક્ષી = નજીકના ચશ્મા હોય
કેશવલાલ = ટાલીયા હોય.
દુર્લભજી = કોઈ એને બોલાવતું પણ હોય
હસમુખ = મૂંજી અને ખીજકુડીયો હોય
દીલસુખ = હ્રદય રોગી હોય
જોરાવર = બાઈડીથી બીતો હોય
શાલિની = કોઈ શાલીનતા હોય
નરોત્તમ = અધમ માનસીકતા પણ હોય
ધીરજ = ભારે અધીરા હોય
મોનાલીસા = ગાલ ઉપર ખીલના થથેડા હોય
શ્યામા = રૂપાળી હોય
શાંતીલાલ = ઉધમાતી સ્વભાવ હોય
કાંતી = ચહેરા પર જરા પણ ઉજાસ હોય
સુંદરલાલ = ભારે કદરૂપાં હોય
ઉમંગ = સોગીયું મોઢું કરીને ફરતો હોય.


અને હવે કેવાં કેવાં નામ પડે છે?
ડેનીશ, જેનીશ, તેનીશ, કેનીશ, ફેનીશ, રેનશી, જેનશી, ટેનશી, મેનશી, રીકીન, જીકીન, લેકીન, ટેનીન, જોકીન, બોકીન, મેકીન, જોકીન, તનીસા, ડેનીસા, ધીન્સા, હેન્સી, રોનીસા
આમ જુવો તો એવો અહેસાસ થાય કે લોટાનો ઘા કરે અને જે અવાજ આવે નામ પાડતા હશે.
પણ વોટ ઇઝ ધેર ઈન નેઇમ? ખરું કે નહી? વડીલોને જે ગમે ખરું.

ટહુકો : આધુનિક નામ ધરાવતા આજના બાળકો જ્યારે વરસો પછી જ્યારે વડીલ થાશે ત્યારે જેનશી બા, અને લેકીન દાદા કેવું લાગે?

આ લેખ ભેલપુરી.કોમ ઉપર એપ્રીલ-૨૦૧૩માં પ્રકાશીત. આભાર ધર્મેશભાઇ વ્યાસ.

અને આ નામાયણ શબ્દ માટે આભાર દ્વિરેફ વોરા - અંજાર.

11 ટિપ્પણીઓ:

  1. હહાહાહાહા.......મિતેશ ભાઈ તમારા મા પૂરે પુરા ગુણ છે એક સારા હાસ્ય લેખક બનવા ના.....હું તો હસું જ છુ પણ મારી બાજુ મા બેઠેલો મારો કલીગ પણ હસે છે અત્યારે આ વાંચી ને........મજા આવી ગઈ ....

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. અર્પીતભાઇ, મને આપેલું પ્રોત્સાહન તમને અને સમાજને ભારે પડશે. ;) :P

      આપનો ખુબ આભાર. મિત્રોના સલાહ સુચન અને દોરવણી ખુબ જરૂરી હોય છે. જે સતત સતર્ક રાખે.

      કાઢી નાખો
  2. "નામમાં શું રાખ્યું છે?" આ શેક્સપિયરનું વાક્ય છે, પણ...

    શેક્સપિયર ખરેખર શું કહી ગયો છે?

    વાંચો = http://saurabh-shah.com/2010/07/16/kharekhar/

    જવાબ આપોકાઢી નાખો
  3. મારા સન હર્ષ નું નામ ઇન્ગ્લંડની શાળામાં Harsh થવાથી એને શરૂઆતમાં ક્ષોભ થતો. મારે ત્યાંની શાળામાં જઈને નામ નો અર્થ સમજાવવો પડ્યો હતો !!

    જવાબ આપોકાઢી નાખો
  4. વાહ મીતેષ મામા, વાંચવાની મજ્જા આવી. ખુબ હંસવુ આવ્યુ. અત્યારે બધા ઈંગ્લીશમાં અને કાંઈ અર્થ વગરના નામ પાડે છે તેની કરતા આપણા સંસ્કૃત નામ વધારે સારા લાગે છે. :)

    ~ સત્ય ઓઝા

    જવાબ આપોકાઢી નાખો
  5. મિતેષ નો અર્થ કર્યો જ નહિ, મિત નો ઈશ, પણ ભલામાણસ મિત્ર હોય તો ઈશ ક્યાંથી? એવું જ કાવ્યેન્દુ નું છે કવિતા - કાવ્ય સાથે બારમો ચંદ્ર।

    જવાબ આપોકાઢી નાખો