હોમ

ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2012

એક ચમત્કારની કિંમત કેટલી??


એક ચમત્કારની કિંમત કેટલી??

એક નાનકી બાળકી નામે ટેસ, એના રૂમમાં એકલતાની પ્રતીક્ષા કરતી હતી. અને જેવી એકલતા મળે છે ત્યારે એ એક કાચની બોટલ ખોલી સિક્કા ગણે છે અને એ સિક્કા લઈ ચુપચાપ ઘરની બહાર નીકળે છે અને એક મેડિકલ સ્ટોર પાસે જઈને ઊભી રહે છે. ત્યાં ભીડ ઓછી થાય તેની પ્રતીક્ષા કરે છે.

જેવી ભીડ ઓછી થાય છે ત્યારે ગળું ખોંખારી ધીમાં અવાજે કહે છે તમારે ત્યાં ચમત્કાર મળે?

દુકાનદાર મુંઝાઇને પૂછે છે કે જરા ફરીથી બોલીશ?

એ બાળકી ફરી એક વાર પૂછે છે કે ચમત્કાર મળશે?

દુકાનદાર કહે કે તારે કામ શું છે ચમત્કારનું?

એ બાળકી કહે કે મારો એક નાનો ભાઇ છે અને એના માથામાં સખ્ત દુખાવો રહે છે. એ ખૂબ રડ્યા કરે છે. અમે ડૉક્ટરને બતાવ્યું પછી મારા મમ્મી કહે છે કે આને ફક્ત ચમત્કાર જ બચાવી શકે એમ છે. અને તમે ચિંતા ન કરો મારી પાસે ડોલર પણ છે. તમને આપીશ અને જો એ ઓછા પડે તો અન્ય લોકો પાસેથી લઈને આપીશ. પણ પ્લીઝ મને ચમત્કાર આપોને.
એની આંખના આંસુ એ દુકાનદાર જોઇ શકતો હતો અને એ પણ લાચારી અનુભવતો હતો.

તે વખતે એ દુકાનમાં શીકાગોથી આવેલા એક સજ્જન ઉભા હતા એ આ આખી વાતચીત ધ્યાનથી સાંભળતા હતા. એણે એ બાળકીને પૂછ્યું કે તારી પાસે કેટલા સિક્કા છે? બાળકી એ સજ્જને જણાવે છે કે મારી પાસે એક ડોલર અને અગિયાર સેન્ટ્સ છે. અને મારા ભાઇને ઓપરેશન કરાવવાનું છે અને અમારી પાસે એ ઓપરેશન માટે નાણા નથી.

એ સજ્જન કહે કે ઓહ... કેવો સંજોગ છે કે આ ચમત્કાર માટે ફક્ત એક ડોલર અને અગિયાર સેન્ટસ જ જોઇએ અને તારા નાના ભાઇને માટે એ એકદમ પૂરતા છે.. મને એ આપી દે અને ચાલ તારા ઘેર મને લઈ જા. તારા પપ્પા શું કામ કરે છે? બાળકી જણાવે છે કે મારા પપ્પા પાસે એટલાં બધા નાણા નથી.

એ સજ્જનનું નામ ડો. કાર્લટન એન્ડરસન હતું અને એ પ્રસિદ્ધ ન્યુરો સર્જન હતા. એ બાળકી સાથે એના ઘેર ગયા અને બાળકની પરિસ્થિતિ જોઇ તાત્કાલીક ઓપરેશનની વ્યવસ્થા કરી નાખી. થોડા સમયમાં એ બાળક પુનઃ તંદુરસ્ત થઈ રમતો થયો.

માતા-પિતા જ્યારે ડૉક્ટરને એ ઓપરેશનની ફી વિશે પૂછવા ગયા ત્યારે એ ડોક્ટરે જવાબ આપ્યો કે મને મારી ફીસ મળી ગઈ છે. ટેસ પાસેથી મેં લઈ લીધી છે. આપ ચિંતા ન કરો પ્લીઝ.

આશ્ચર્યથી એમણે ટેસને પૂછ્યું? તેં કેટલી ફીસ આપી છે? ટેસ કહે કે એક ડોલર અગિયાર સેન્ટ. અને ડોક્ટરે ઉમેર્યું સાથે ખૂબ શ્રદ્ધા પણ.


Source: E-mail.

15 ટિપ્પણીઓ:

  1. ઉમદાકાર્યો થી મળતો આહલાદક સંતોષ જ એકદમ કીંમતી હોય છે. જે જાણ્યે અને માણ્યે જ અનુભવાય..

    ખરેખર એક ઉમદા અને અનુસરવા યોગ્ય કીસ્સો..

    જવાબ આપોકાઢી નાખો
  2. શું એ ઈશ્વરરૂપી ડોક્ટર હતા કે ડોક્ટરરૂપી ઈશ્વર ?????

    જવાબ આપોકાઢી નાખો
  3. શ્રદ્ધા, સબુરી, કરુણા, આ ત્રણ માંથી બે વસ્તુ તો હાજર છે આ વાર્તામાં.

    જવાબ આપોકાઢી નાખો
  4. સાચે જ ચમત્કાર...
    એ બાળકી ના નસીબ...
    બાકી આવા કીસ્સા રેર જ જોવા મળે ... રીયાલીટી મા...

    જવાબ આપોકાઢી નાખો
  5. સુપર્બ દાદા....:)

    થેંક્સ ફોર શેરિંગ....:)

    હફિજ......:)

    જવાબ આપોકાઢી નાખો
  6. અનુપમ વિશ્વાશ .......
    કુદરતી સંજોગ
    ડોકટર ની માનવતા

    જવાબ આપોકાઢી નાખો
  7. jivan man chamtkar jevu kani hoyu j nathi.fakt karya karan no sambadh samjato nathi tene j loko chamtkar kahe chhe.

    જવાબ આપોકાઢી નાખો