હોમ

શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

આપણું વર્તન - આપણી છાપ

અમદાવાદ - વડોદરા એક્સ્પ્રેસ હાઇવે ઉપરની એક પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટના વોશરૂમમાં લાગેલી સુચના... (અહીં ફક્ત કાર માલીકો જ રોકાય છે)

વર્તન: જાહેરમાં, જાણીતી કે અજાણી જગ્યાએ, પરીવાર સાથે કે ગૃપમાં. આપણી ઓળખ બને છે.


- આપણે કે અન્ય કોઇના ઘરે પ્રસંગ હોય પાર્કીંગ કેવું કરેલ હોય છે? 
 જાણે રોડ પુ. પિતાશ્રીની માલીકીનો હોય અને પાડોશીને એમના ઘરે જવા માટે ઓબસ્ટેકલ કોર્ષ જેવું થાય.

- આપણે કે અન્ય કોઇના ઘરે પ્રસંગ હોય ત્યારે બુટ/ચંપલ કેમ રાખીએ છીએ?
જાણે કુંભનો મેળો. એકે એક જોડી વીખાઇ જાય. એક બુટ પાલીશ વાળું રહે અને બીજું ઘસાઇ જાય. ઢગલો હોય.

- કોઇ પણ વાહનમાં મુસાફરી દરમ્યાન નાસ્તો કર્યા પછી એ પડીકાનું શું કરીએ?
એ.... ઘા. પાછળ આવતા વાહન ઉપર, રસ્તા ઉપર, કોઇના માથા ઉપર. અને તમે જો માર્ક કર્યું હશે તો રસ્તાની કે ટ્રેઇનના ટ્રેકની બન્ને બાજુએ પ્લાસ્ટીકનો પથારો નયનરમ્ય તો નથી જ લાગતો ને.

- સીનેમા હોલમાં થોડી ક્ષણો માટે લાઇટ જતી રહે તો કેવું વર્તન કરીએ છીએ?
જાણે સીટી વગાડવાથી કે બરાડા પાડવાથી લાઇટ આવી જવાની હોય. અને કાં અંધારાની બીક લાગે છે?

- વરઘોડામાં રસ્તા ઉપરનું વર્તન કેવું હોય છે?
જગતમાં પહેલા લગ્ન હોય, રસ્તો પિતાશ્રીનો હોય, હોસ્પીટલ કે સ્કુલ મારી ફરે. ફટાકડા અને લાઉડ મ્યુઝીક અબાધીત હક્ક બને અને આંગળી ઉંચી કરીને ભાંગડા કેમ થાય એ જોવા આખા પંજાબને જોવા બોલાવવા પડે.

- ટ્રેઇનની મુસાફરીમાં રાત્રે ૧૦ પછી મોટા અવાજે વાતો કરીએ છીએ?
સાથી મુસાફરોને એકલતા ન લાગે. એ પણ આપણી ચર્ચામાં અને ઠહાકામાં ભાગ લે (અનીચ્છાએ) એ પછી ભલે માથા પછાડતો હોય.

- હેડફોનમાં મ્યુઝીક સાંભળવું એ સારી બાબત છે.
પણ સાથે મોટા અવાજે સાથે ગાય એ કેવું સુંદર લાગે?

- જાહેર મુતરડીમાં સફાઇની જવાબદારી તો સફાઇ કામદારની હોય. પણ યુરીનપોટમાં પાનના કોગળા કરી નાખે અને પછી એ છલકાય.
તો ભાઇ થુકદાનીમાં લઘુશંકા કરોને.

- હોસ્પીટલમાં કોઇની ખબર કાઢવા જાય ત્યારે બાજુના પેશન્ટનું કેટલું ધ્યાન રાખીએ?
અરે... એના ખાટલે તો બેઠા હોઇએ. ભલેને એના ઓક્સીજનની નળી દબાય.

લાસ્ટ બટ નોટ લીસ્ટ...

- ટ્રાફીકના નિયમોનો ભંગ કરીએ, જાણી જોઇને જ સ્તો. અને પછી એ કોન્સ્ટેબલને પુછીએ... તને ખબર છે?? હું કોણ છું??? મારા બાપુજી કોણ છે?? બકલ પટ્ટા ઉતારી દઈશ.
તું કોણ છે અને બાપુજી કોણ છે એ તને અને તારી બા ને ખબર. અને એ કોન્સ્ટેબલ છે હરતીફરતી ફોરેન્સીક લેબ નહી.

ખબર પડે તો જ બોલવું નહીતર મુશ્કેલી પડી શકે.

કોઇ બાબતમાં ખબર જો ઓછી પડે તો મૌન શ્રેષ્ઠ ઉપાય છે.


આમ જુવો તો કોઇના પણ અજ્ઞાન ઉપર મજાક ઉડાડવી સારી વાત નથી જ. પણ ક્યારેક કોઇ પોતાનું અજ્ઞાન જાહેરમાં છત્તું કરે અને હળવાશ વાળી બાબત હોય ત્યારે હાસ્ય કાબુમાં ન રહે એ પણ એટલું જ સ્વાભાવીક છે.

થોડા સમય પહેલાં હું અમદાવાદમાં ૧૨ દિવસની રેસીડેન્શીયલ ટ્રેઇનીંગ કન્ડક્ટ કરતો હતો. કુલ ૨૦ મેનેજર એમાં ભાગ લઈ રહ્યા હતા.

ટ્રેઇનીંગના ૫-૬ દિવસ પછી બ્રેકફાસ્ટ વખતે એક મેનેજર હસતો હસતો મારી પાસે આવ્યો. અને કહે મિતેષભાઇ, કેવા અબુધ લોકોને કંપનીએ મેનેજર તરીકે ભર્યા છે?

મને આઘાત લાગ્યો, અબુધ? કેમ?

તો એ કહે લોકો દુધમાં ચેવડો નાખીને ખાય છે અને ઉપરથી મધ અથવા ખાંડ નાખે છે.

મેં એમને પુછ્યું આપ કેવી રીતે ખાવ છો?

તે ભાઇ કહે, સાવ મોળો છે. હું તો ચાટ મસાલો, લીંબુ, મરી અને મીઠું છાંટુ ત્યારે ખાવા જેવો થાય છે. અને મેં તો આવી રીતે ખાવાનું બધાને કીધું તો એ મુરખાઓ મારી ઉપર હસવા માંડ્યા એટલે હું તમારી પાસે આવ્યો.. અને એનું ધ્યાન મારા બાઉલ ઉપર ગયું અને એ પાછો જોર જોર થી હસવા માંડ્યો... લે તમે પણ ચેવડો દુધમાં નાખીને ખાવ છો?

પછી એમને સમજાવ્યા... કે ભાઇ આ કોર્ન ફ્લેક્સ છે, એને સામાન્ય રીતે દુધ, કે દંહીમાં નાખીને ખવાય. અને દુનિયા આમ જ ખાય છે. તમે જેમ ખાવ છો એ તમારી રીત સાચી હશે પણ આ એક સામાન્ય પ્રેક્ટીસ છે.

અને પાછળ ઉભેલા ૧૮-૧૯ મેનેજર અને હોટેલના બાકીના ગેસ્ટ અવાજ ન આવે એ રીતે કેમ હસવું એ પ્રયત્ન કરતા આઘાપાછા થઈ ગયા... અને સાંજ સુધી એ ભાઇ મુંઝાયેલા.. કે મેં ભુલ શું કરી?

ગુરુવાર, 30 ઑગસ્ટ, 2012

સાંભળવું એ પણ એક કળા છે અને કોમ્યુનીકેશન માટે જરૂરી છે.

સાંભળવું એ પણ એક કળા છે અને કોમ્યુનીકેશન માટે જરૂરી છે.




આજે એક સામાન્ય ફરીયાદ લોકોની હોય છે કે કોઇ મને સાંભળતું નથી. વેલ.. ઘણા સામું એમ પણ કહે છે કે જો આને સાંભળવા બેસીએ ને તો રાત પડી જાય અને અર્થ તો તો પણ ન સમજાય. પણ સાંભળવૂં એ પણ સારા કોમ્યુનીકેશનનો એક મહત્વનો ભાગ છે. કોઇ ને પણ ધ્યાન પુર્વક સા
ંભળવાથી અડધા પ્રોબ્લેમ સોલ્વ થાય છે. જો અડ્ધું સાંભળીને કોઇ રીએક્ટ કરે તો???

એક યાદગાર પ્રસંગ છે – 


જે મારી સાથે બનેલો. ૧૯૯૯માં અમે (હું અને મારો મિત્ર) એક સેલ્સ કોલ માટે મોરબી ગયા હતા. જતી વખતે મારા મિત્રની થોડી ટીખળ કરી કે મોરબી મારૂં જાણીતું અને હું અહીં ૧ વરસ રહેલો. પણ બે – ત્રણ જગ્યાએ સરનામું અને એ પણ મોરબીનું પ્રખ્યાત લેન્ડ્માર્ક ગ્રીન ચોક પુછવું પડ્યું.





એટલે એ મિત્ર કહે કે આમ કેમ, ૧ વરસ કોઇ એક ગામમાં રહે અને આ ખબર ન હોય??


મેં જણાવ્યું કે તે વખતે હું ૧ વરસનો હતો. મારા પપ્પા એ વખતે અહીં સરકારી ડોકટર તરીકે ફરજ બજાવતા હતા.


અને ત્યાં અચાનક એક વડીલ ચાલુ ગાડી એ ચડ્યા. શૂં નામ હતું? અને ક્યા વરસમાં? એમની જીજ્ઞાસા સંતોષી. અને એમણે પાછું જણાવ્યું કે હું આપના પપ્પાને સારી રીતે ઓળખું. મેં એમને એમની યાદશક્તી માટે આભાર પણ માન્યો. એ તો અટ્ક્યા વગર કહે કે મારા પત્ની અને બાબાની એમણે સારવાર પણ કરેલ. 



મેં કહ્યું કે કંઈ સમજ ફેર લાગે છે. એ ન બને. તો એ ભાઇ મારા ઉપર મોટા અવાજે બોલવા લાગ્યા કે તમે ત્યારે ૧ વરસના હોય તમને શૂં ખબર પડે?? નાનું એવું ૧૦-૧૨ જણાનું ટોળું ભેગું થયું અને બધાને લાગ્યું કે ૧૯૬૮ની જુની ઉઘરાણી લાગે છે.



ફરી છેલ્લી વખત કહ્યું કે વડીલ કોઇક સમજ ફેર છે. મારા પપ્પા ન હોય જેને આપ ઓળખો છો. ભાઇ તો ગુસ્સામાં.. અને કહે મને અને મારી સમજણને તમે લલકારો છો. તમે ૧ વરસના હતા તમને શું ખબર હોય (તેમણે એ વાત પકડી રાખેલ).



મેં કહ્યું કે ઓકે.. તમે કદાચ સાચા હશો. પણ મારા પપ્પા તો વેટરનરી (પશુના) ડોક્ટર છે. અને એ ટોળાં માં હસાહસ અને ભાઇ કઈ ગલ્લીમાં ગાયબ થયા એ ખબર ન પડી.

મોરલ: આમ સાંભળવું અને સરખું સાંભળવું એ પણ એક કોમ્યુનીકેશનનો ભાગ છે. અને ચાલુ ગાડીએ જો ચડવા જઈએ તો અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે.

બુધવાર, 29 ઑગસ્ટ, 2012

જીવનમાં રમુજની જરૂરીયાત શું કામ?


ફ્ક્ત હાસ્ય શું કામ?? રમુજ શું કામ?

મને થોડા વખત પહેલાં એક સાંજે સમાચાર મળ્યા. કોર્પોરેટ લાઇફની કરૂણતાના... મારો એક જુનો કલીગ ૨૮ જુન, ’૧૨ એમને કહી દેવામાં આવ્યું કે ૩૦ જુન૧૨ લાસ્ટ વર્કીંગ દિવસ છે. અને જુલાઇ ૨૦૧૨ના રોજ એમનું હાર્ટ એટેકથી અવસાન થયું. ઉંમર ૪૫ વરસ.

એમને અર્પણ:::

જ્યારથી કોર્પોરેટ લાઈફ્માં છું, ત્યારથી,

-
ત્રણ પ્રકારના ક્રીટીકલ મશીન્સ ઓપરેટ કરતાં આવડી ગયા છે. 
સ્કેનર, ફોટો કોપીયર અને પ્રીન્ટર

-
ત્રણ હાઇ-એન્ડ સોફ્ટવેર ઓપરેટ કરતા આવડી ગયા છે.
માઇક્રોસોફ્ટ એક્સેલ, પાવર પોઇન્ટ અને વર્ડ

-
મને ત્રણ ટાસ્ક આવડી ગયા છે.
સ્ટેપલીંગ, પંચીંગ અને ફાઇલીંગ

-
ત્રણ શોર્ટકટ ઉપયોગમાં લેતા આવડી ગયા છે.
Ctrl + c, Ctrl + v, Ctrl + x

-
ત્રણ મહત્વના વાક્યો પણ આવડી ગયા છે.
Yes Sir, Ok Sir, I will just do that Sir.

-
હું વહેલો ઉઠતાં શીખી ગયો, મોડા સુવા માટે અને જ્યારે શાંત નીંદ્રાની જરૂર હોય ત્યારે કામ કરતા.

-
સોમવારનો સામનો કરતાં શીખી ગયો છું. અઠવાડીયાના દિવસ લડતા શીખ્યો છું અને રવીવારની પ્રતિક્ષા કરતાં.

-
ઘર, પરીવારના સદસ્યો, મિત્રો, સગા સંબંધીને જવાબ આપતા શીખી ગયો છું. કોન-કોલ, કોન્ફરન્સ અને મીટીંગમાં વ્યસ્ત રહું છું ને દિવાળી, નવું વરસ અને તહેવારો, પરીવારના સદસ્યોના જન્મ દિવસ દુર રહીને ઉજવતાં શીખી ગયો છું.

- People says, you learned a lot in last few years, you earned a lot in last few years, and probably you enjoyed too a lot in last few years.
પણ સત્ય તો છે કે છેલ્લા વરસોમાં જો તુલના કરૂં તો I survived, tolerated and I Just survived.

For convinienece of family, to avoid blame of society to get a tag of employment... I survived.

ખોટી ટ્રેઇનમાં બેસીને પણ મને હવે હસતાં આવડી ગયું છે, જીવતા આવડી ગયું છે.

એવા સપનાઓ માટે જે કદી મેં જોયા નથી, એવા રૂપીયા માટે જે કદી મેં માંગ્યા નથી.

બસ હવે જીવતા આવડી ગયું છે.