હોમ

બુધવાર, 29 ઑગસ્ટ, 2012

અઘોષીત કટોકટી - અને પાછલી કટોકટીનો અનુભવ.


અઘોષીત કટોકટી - અને પાછલી કટોકટીનો અનુભવ.

ક્યારેય વાંક વગર વાણી સ્વાતંત્રતા છીનવાય, અભિવ્યક્તિ સ્વાતંત્રતા છીનવાય, ગમ્મે ત્યારે ગમ્મે તેની ધરપકડ, કોઇ કોર્ટ નહી, ક્યારે છુટકારો થાય તે નક્કી નહી?
આપણા દેશમાં જ આવું બને એ કલ્પના થાય?
26 June 1975 – 21 March 1977 (૨૧ મહીના) મા. ઇન્દીરા ગાંધી (એમનો પરીચય: જવાહરલાલ નહેરૂના પુત્રી, રાહુલ ગાંધીના દાદી, સોનિયા ગાંધીના સાસુ) એમણે આ ૨૧ મહિના દેશને ઇમરજન્સીનો પરીચય આપેલો.
એક અનુભવ: એ વખતે હું તો પ્રાથમીક શાળામાં અભ્યાસ કરતો હતો. મારા ફાધર જે વેટરનરી સર્જન છે અને સરકારી પશુ દવાખાના જામનગરમાં ડ્યુટી કરતા હતા.
એક સવારે જામનગરના અમારા રહેઠાણે ૨ જીપ ભરીને પોલીસ આવી. ૫-૬ કોન્સ્ટેબલ અને ૨ ઇન્સપેક્ટર. આવીને મારા ફાધર સાથે અલપઝલપ વાત કરી એમને સાથે લઈને જતી રહી.
આખો મહોલ્લો અમારા ઘરે ભેગો થઈ ગયો. બધા સાંત્વના આપવા લાગ્યા. મહોલ્લાના વડીલો અને નેતાઓ લડી લેશું અને વિરોધ કરશુંના દિલાસા પણ આપવા લાગ્યા. અને લોકોમાં વાત ફેલાઇ ગઈ કે ડોક્ટર સાહેબને MISA (Maintenance of Internal Security Act) હેઠળ પોલીસ લઈ ગઈ.
કલાક પછી એ બન્ને જીપ પાછી આવી, અને પોલીસ ઇન્સ્પેક્ટર મારા ફાધરને ઘરે ઉતારી એક સેલ્યુટ માર્યું અને બેગ આપીને થેન્ક્સ કહી એ લોકો જતા રહ્યા.
હજી મહોલ્લો આખો અમારા ઘર પાસે જ હતો. બધા એમને ઘેરી વળ્યા…
પછી મારા ફાધરે ખુલાસો કર્યો કે પોલીસની જે હોર્ષ બ્રીગેડ છે એમાંનો એક ઘોડો માંદો પડી ગ્યો હતો અને એ ઘોડો DSPનો પ્રીય હતો. માટે એ ઘોડાની તાત્કાલીક સારવાર માટે મને બોલાવેલો.
પણ એ ખુલાસા પછી રાહત ફેલાયેલી, હાસ્ય નહી. કારણ? MISAનો ડર બહુ હતો.

1 ટિપ્પણી: