હોમ

શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

ખબર પડે તો જ બોલવું નહીતર મુશ્કેલી પડી શકે.

કોઇ બાબતમાં ખબર જો ઓછી પડે તો મૌન શ્રેષ્ઠ ઉપાય છે.


આમ જુવો તો કોઇના પણ અજ્ઞાન ઉપર મજાક ઉડાડવી સારી વાત નથી જ. પણ ક્યારેક કોઇ પોતાનું અજ્ઞાન જાહેરમાં છત્તું કરે અને હળવાશ વાળી બાબત હોય ત્યારે હાસ્ય કાબુમાં ન રહે એ પણ એટલું જ સ્વાભાવીક છે.

થોડા સમય પહેલાં હું અમદાવાદમાં ૧૨ દિવસની રેસીડેન્શીયલ ટ્રેઇનીંગ કન્ડક્ટ કરતો હતો. કુલ ૨૦ મેનેજર એમાં ભાગ લઈ રહ્યા હતા.

ટ્રેઇનીંગના ૫-૬ દિવસ પછી બ્રેકફાસ્ટ વખતે એક મેનેજર હસતો હસતો મારી પાસે આવ્યો. અને કહે મિતેષભાઇ, કેવા અબુધ લોકોને કંપનીએ મેનેજર તરીકે ભર્યા છે?

મને આઘાત લાગ્યો, અબુધ? કેમ?

તો એ કહે લોકો દુધમાં ચેવડો નાખીને ખાય છે અને ઉપરથી મધ અથવા ખાંડ નાખે છે.

મેં એમને પુછ્યું આપ કેવી રીતે ખાવ છો?

તે ભાઇ કહે, સાવ મોળો છે. હું તો ચાટ મસાલો, લીંબુ, મરી અને મીઠું છાંટુ ત્યારે ખાવા જેવો થાય છે. અને મેં તો આવી રીતે ખાવાનું બધાને કીધું તો એ મુરખાઓ મારી ઉપર હસવા માંડ્યા એટલે હું તમારી પાસે આવ્યો.. અને એનું ધ્યાન મારા બાઉલ ઉપર ગયું અને એ પાછો જોર જોર થી હસવા માંડ્યો... લે તમે પણ ચેવડો દુધમાં નાખીને ખાવ છો?

પછી એમને સમજાવ્યા... કે ભાઇ આ કોર્ન ફ્લેક્સ છે, એને સામાન્ય રીતે દુધ, કે દંહીમાં નાખીને ખવાય. અને દુનિયા આમ જ ખાય છે. તમે જેમ ખાવ છો એ તમારી રીત સાચી હશે પણ આ એક સામાન્ય પ્રેક્ટીસ છે.

અને પાછળ ઉભેલા ૧૮-૧૯ મેનેજર અને હોટેલના બાકીના ગેસ્ટ અવાજ ન આવે એ રીતે કેમ હસવું એ પ્રયત્ન કરતા આઘાપાછા થઈ ગયા... અને સાંજ સુધી એ ભાઇ મુંઝાયેલા.. કે મેં ભુલ શું કરી?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો