હોમ

મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

મહેમાન બનવાનો અનુભવ

સ્વાનુભવ :: 

એક વખત ભુજમાં ઓફીસ કામથી ત્રણ દિવસ રોકાવાનું હતું. બપોરે મિત્ર આવ્યો, ભાર પુર્વક આમંત્રણ આપ્યું કે સાંજે જમવા ઘરે જ ચાલ. અને વાતો કરશું સાથે. મેં થોડો વિવેક દાખવ્યો.. ઘરના લોકોને તકલીફ શું કામ આપવી? 

મિત્ર: અરે અમે ઘરે જ જમીએ છીએ... સાદું(!) જમશું પણ સાંજે આવવું જ પડશે. નહી ચાલે.

હું: ભલે પણ એકદમ સાદું કોઇ ધમાલ નહી. અને હળવું જ બનાવજે. માથાકુટ કોઇ જ નહી.

મિત્ર: ઓક્કે... હું તને સાંજે ૭.૩૦ વાગે તેડવા આવીશ. અને પછી નીરાંતે બેસશું.

એના ઘરે ગયા. અને જણાવવામાં આવ્યું. સાદું જ બનાવ્યું છે, કોઇ જ ધમાલ નથી કરી અને કચ્છની વરાયટી છે.

એક મસ્ત કાચની સહેજ ઉંડી હોય તેવી ડીશ આવી. (જમવામાં) અને એમાં બાફેલા/તળેલા (નજરથી નક્કી ન કરી શક્યો) સીંગ દાણા, ઉપર મસાલો અને ટામેટા હતા.

મિત્ર: ચાલ શરૂ કર. છાસ આવે છે.

હું: આ કઈ વાનગી છે?

મિત્ર: ભોંઇમગ. બીજીવાર જોતા હોય તો કે જે. શરમાતો નહી. (આજે બધાને અગીયારસ છે એટલે આ જ બનાવ્યું છે હું તને કહેતાં ભુલી ગ્યો તો)

આનંદથી ખાધું. (વિકલ્પ પણ ન હતો બીજો)

અને હોટેલ પહોંચી બ્રેડ અને ચા (રાત્રે ૧૧ વાગે એ જ મળે)

મોરલ: ક્યારેય કોઇ જમવાનું આમંત્રણ આપે તો બહુ ઝાઝું ખેંચવું નહી ને મેનુમાં માથું મારવું નહી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો