હોમ

ગુરુવાર, 30 ઑગસ્ટ, 2012

સાંભળવું એ પણ એક કળા છે અને કોમ્યુનીકેશન માટે જરૂરી છે.

સાંભળવું એ પણ એક કળા છે અને કોમ્યુનીકેશન માટે જરૂરી છે.




આજે એક સામાન્ય ફરીયાદ લોકોની હોય છે કે કોઇ મને સાંભળતું નથી. વેલ.. ઘણા સામું એમ પણ કહે છે કે જો આને સાંભળવા બેસીએ ને તો રાત પડી જાય અને અર્થ તો તો પણ ન સમજાય. પણ સાંભળવૂં એ પણ સારા કોમ્યુનીકેશનનો એક મહત્વનો ભાગ છે. કોઇ ને પણ ધ્યાન પુર્વક સા
ંભળવાથી અડધા પ્રોબ્લેમ સોલ્વ થાય છે. જો અડ્ધું સાંભળીને કોઇ રીએક્ટ કરે તો???

એક યાદગાર પ્રસંગ છે – 


જે મારી સાથે બનેલો. ૧૯૯૯માં અમે (હું અને મારો મિત્ર) એક સેલ્સ કોલ માટે મોરબી ગયા હતા. જતી વખતે મારા મિત્રની થોડી ટીખળ કરી કે મોરબી મારૂં જાણીતું અને હું અહીં ૧ વરસ રહેલો. પણ બે – ત્રણ જગ્યાએ સરનામું અને એ પણ મોરબીનું પ્રખ્યાત લેન્ડ્માર્ક ગ્રીન ચોક પુછવું પડ્યું.





એટલે એ મિત્ર કહે કે આમ કેમ, ૧ વરસ કોઇ એક ગામમાં રહે અને આ ખબર ન હોય??


મેં જણાવ્યું કે તે વખતે હું ૧ વરસનો હતો. મારા પપ્પા એ વખતે અહીં સરકારી ડોકટર તરીકે ફરજ બજાવતા હતા.


અને ત્યાં અચાનક એક વડીલ ચાલુ ગાડી એ ચડ્યા. શૂં નામ હતું? અને ક્યા વરસમાં? એમની જીજ્ઞાસા સંતોષી. અને એમણે પાછું જણાવ્યું કે હું આપના પપ્પાને સારી રીતે ઓળખું. મેં એમને એમની યાદશક્તી માટે આભાર પણ માન્યો. એ તો અટ્ક્યા વગર કહે કે મારા પત્ની અને બાબાની એમણે સારવાર પણ કરેલ. 



મેં કહ્યું કે કંઈ સમજ ફેર લાગે છે. એ ન બને. તો એ ભાઇ મારા ઉપર મોટા અવાજે બોલવા લાગ્યા કે તમે ત્યારે ૧ વરસના હોય તમને શૂં ખબર પડે?? નાનું એવું ૧૦-૧૨ જણાનું ટોળું ભેગું થયું અને બધાને લાગ્યું કે ૧૯૬૮ની જુની ઉઘરાણી લાગે છે.



ફરી છેલ્લી વખત કહ્યું કે વડીલ કોઇક સમજ ફેર છે. મારા પપ્પા ન હોય જેને આપ ઓળખો છો. ભાઇ તો ગુસ્સામાં.. અને કહે મને અને મારી સમજણને તમે લલકારો છો. તમે ૧ વરસના હતા તમને શું ખબર હોય (તેમણે એ વાત પકડી રાખેલ).



મેં કહ્યું કે ઓકે.. તમે કદાચ સાચા હશો. પણ મારા પપ્પા તો વેટરનરી (પશુના) ડોક્ટર છે. અને એ ટોળાં માં હસાહસ અને ભાઇ કઈ ગલ્લીમાં ગાયબ થયા એ ખબર ન પડી.

મોરલ: આમ સાંભળવું અને સરખું સાંભળવું એ પણ એક કોમ્યુનીકેશનનો ભાગ છે. અને ચાલુ ગાડીએ જો ચડવા જઈએ તો અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે.

2 ટિપ્પણીઓ: