હોમ

મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

આભાર - શું એક શીષ્ટાચાર છે?


આભાર કેટલો જરૂરી? શું એ ફક્ત શીષ્ટાચાર છે??

થેન્કસ, આભાર કે ધન્યવાદ.. આપણે ઘણી વાર મજાકમાં કહીએ છીએ કે અંગ્રેજો જતા રહ્યા અને આ થેન્ક્સ અને સોરી મુકતા ગયા. પણ આનો સતત ઉપયોગ આપણે કરતાં જ હોઇએ છીએ.

આ અનુસંધાનમાં ઇ-મેઇલ પર આવેલ એક વાર્તા-પ્રસંગ ક્વોટ કરું છું.

અમેરીકન એર-ફોર્સમાં એક પાઇલોટ હતા. ચાર્લ્સ પ્લંબ એમનું નામ. વીયેટનામ યુધ્ધમાં એક્ટીવ ભાગ લીધેલ અને લગભગ ૧૦૦થી વધુ હવાઇ હુમલા કરેલ. અને યુધ્ધ પછી નિવૃત્તી લઈ, યુધ્ધના પ્રસંગો અને યુધ્ધની કરૂણ બાબતો પર જન જાગૃતી માટે લેક્ચરની સીરીઝ આપવાનું શરૂ કર્યું. અને યુનીવર્સીટી, કોલેજીસ, સ્કુલ્સ અને સોશીયલ ક્લબમાં જતા.

એક વાર એક નગરમાં એક લેક્ચર પુરૂ કર્યા પછી એ અને એમની પત્ની ચા-નાસ્તો કરવા એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા, ત્યાં એક અજાણ્યો વ્યક્તી તેમની બાજુમાં બેસવા પરવાનગી માંગે છે. કે શું હું આપ બન્ને સાથે જોડાઇ શકું?

ચાર્લ્સ કહે ચોક્કસ. પેલો અજનબી કહે, કે હું આપને ઓળખું છું. આપ ચાર્લસ પ્લંબ છો, એર-ફોર્સના પાઇલોટ અને વિયેટનામ વોર વેટર્ન. આપે ૧૦૦ થી વધુ હવાઇ હુમલા કરેલા અને આપના વિમાનનું નામ અને તેના પરનું સ્ટીકર પણ મને યાદ છે.

ચાર્લ્સ મુંઝાઇ ગયા. બધી વાત સાવ સાચી. આપને કઈ રીતે ખ્યાલ છે?

તો પેલો અજનબી કહે.. કે સર હું આપની સાથે એ જ એર-બેઇઝ પર હતો અને આપ લોકોના પેરેશુટ દરેક હુમલા પહેલાં ચેક કરીને પેક કરીને મુકતો. આશા છે કે મારા પેક કરેલા પેરાશુટ બરાબર ચાલેલા હશે. 

ચાર્લસ તો ઊભો થઈને એ ભાઇને ભેટી પડ્યો, કે હા ભાઇ છેલ્લા હુમલા માં જ ક્રેશ થયું હતું અને એ બરાબર જ કામ લાગેલું, એટલે તો તમારી સન્મુખ બેઠેલ છું. પછી તો સાથે ભોજન લીધું અને કોન્ટેક ડીટેલ્સ એક્સ્ચેન્જ કરી, ફરી વાર આભાર માની છુટ્ટા પડ્યા. 

રાત્રે ચાર્લ્સ વીચારે ચડી ગયા.. એ ભાઇ મારી આજુબાજુમાં ફરજ બજાવતા હતા, અને યુનીફોર્મમાં કેવા દેખાતા હશે? એ કેવું કે મને એમનું નામ સુધ્ધાં પણ ખબર નથી? ખરેખર હું એમનો તે વખતે કેમ આભાર ન માની શક્યો? શું એની ફરજ હતી એટલે આભાર ન માની શકાય??

મોરલ: જીવનમાં અનેક લોકો આપણા પણ પેરાશુટ પેક કરતા હશે. અને ક્દાચ આપણને એની ખબર પણ નહી હોય. શું આપણે એમનો ક્યારેય આભાર માનેલ છે? આજ થી નાની શરૂઆત તો કરી શકાય.

થેન્ક્સ.

1 ટિપ્પણી:

  1. આપણા સમાજમાં આભાર માનવો કે દિલગીરી વ્યક્ત કરવી એક નાનમભરી વાત લાગે છે. નાનો માણસ જ ઉપકાર માંગે, વખાણ કરે, આપણે મોટા માણસ ફક્ત સલાહ આપીએ વાત ઉતારી પાડે. અને એ જ આપની સંસ્કૃતિ છે, અને એટલે જ Thanks કે Sorry કહેનારને અંગ્રેજ કહે છે.મી. ચાર્લ્સે તો ઘણા વર્ષો પછી પણ આભાર માન્યો આપનામાં નું કોઈ હોત તો શું આ વાત યાદ કરી હોત? એક પ્રશ્ન છે. આપણા લશ્કરના સિપાઈઓ માનો કોઈક મળે ત્યારે શું આપણે તેને નમસ્કાર પણ કરીએ છીએ? એની ફરજ છે અને સરકાર તેને પગાર આપે છે. એની નોંધ લેવાની આપણને જરૂર લાગે છે? એ પણ એક પ્રશ્ન.

    જવાબ આપોકાઢી નાખો