હોમ

મંગળવાર, 28 ઑગસ્ટ, 2012

મહેમાનનવાજી - ગુજરાતી થાળીના વેઇટર્સ અને વ્યવસ્થા


આજે બપોરે અમદાવાદમાં સી.જી. રોડ પર ગુજરાતી થાળી માટે ગયા હતા. ફેમસ નામ એ થાળી વાળી જગ્યાનું.

ધમાધમ વસ્તુ નાખતા જાય. અને શ્વાસ લેવાની ફુરસદ ન આપે.
પછી કાનમાં બુટીયાવાળા અને સફારી પહેરેલા ભાઇ આવ્યા. કેવું છે.. સારૂં છે. કોઇ સજેશન?
.
મેં કહ્યું ભાઇ તમે તો ભગવાનની જેમ રાખો છો. બસ 
.
એ મુંઝાણા કે અરે આટલા બધા વખાણ? ભગવાનની જેમ કઈ રીતે?

મેં જણાવ્યું કે નાની નાની વાટકીમાં બધું આપો છો જાણે નૈવેદ ધરાવ્યો હોય. આંગળી પણ સલવાઇ જાય છે. ભગવાન જેવું જ લાગે કે નહી? દેખાય બધું, ખાવું કેમ?

2 ટિપ્પણીઓ:

  1. ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ. બસ આમજ આપની એ અનુભવોક્તિનો રસથાળ પીરસતા રહેજો. ભલે અમારી વાટકી નાની હશે, પણ આપનું પીરસેલું હંમેશા ભાવવાનુંજ.

    જવાબ આપોકાઢી નાખો