હોમ

સોમવાર, 29 ઑક્ટોબર, 2012

વાવો તેવું લણો - What you sow, will get back.


એક પ્રેરક પ્રસંગ ::



એક ગરીબ ખેડૂત હતો. સ્કૉટલેન્ડ ખાતે. એમનું નામ ફ્લેમીંગ. મજૂરી કરી એ સ્વયંનું ગુજરાન કરતો હતો. એક દિવસ એ જ્યારે એના ખેતર જવા નીકળ્યો તે સમયે એક બાળકનો રડવાનો અવાજ સંભળાયો. એ એના હાથમાં રહેલાં સાધનનો ઘા કરી અવાજની દિશામાં દોડે છે, અને એનું ધ્યાન એક કાદવના તળાવ તરફ જાય છે અને એ કાદવના દ્ળદળમાં એક બાળક ફસાયેલો હતો. અને લગભગ કમર સુધી અંદર ઊતરી ગયો હતો. એ તરફડિયાં મારતો હતો, રડતો જતો હતો અને એ પ્રયાસમાં એ દળદળમાં ઊતરતો જતો હતો. બાળકના એ ધીમાં અને નિશ્ચિત મૃત્યુમાંથી ફ્લેમીંગ એને હેમખેમ બહાર કાઢે છે.


બીજા દિવસે ફ્લેમીંગના લગભગ ઝૂંપડા જેવા ઘર સામે એક વૈભવી ઘોડાગાડી આવી ઊભી રહે છે. એમાંથી એક વ્યવસ્થિત પોશાક પહેરેલા સજ્જન ઊતર્યા. અને એ એમની ઓળખ ફ્લેમીંગને આપે છે, એ સ્વયં ફ્લેમીંગ વડે બચાવાયેલા બાળકના પીતા છે. 

એ સજ્જન આવીને જણાવે છે કે હું આપને ઋણ ચુકાવવા માંગું છું. આપે ખરેખર એક બહાદુરી અને ઉદાહરણ રૂપ કાર્ય કર્યું છે, આપે મારા પુત્રનું જીવન બચાવ્યું છે અને એ મારી ફરજમાં આવે છે કે આપને એક પુરસ્કાર આપું. 

ફ્લેમીંગ કહે કે હું આપની કોઈ ભેટ કે પુરસ્કાર સ્વીકારીશ નહી. મેં તો મારી ફરજ બજાવી છે. અને એમની ઑફર નમ્રતાથી નકારી કાઢે છે.

એ સમયે ફ્લેમીંગનો પુત્ર બારણા પાસે આવીને ઊભો રહે છે. 

એ સજ્જન પૂછે છે કે શું આ આપનો પુત્ર છે?

ખેડુત: હા..સાહેબ એ મારો પુત્ર છે.

સજ્જન: તો ચાલો એક સોદો કરીએ. હું આપના પુત્રને સારું શિક્ષણ અપાવું. અને ભવિષ્યમાં આપને ગૌરવ થશે.

ખેડૂત એ સોદો નકારી શકતો નથી. અને એ સહમત થાય છે.

એ ગરીબ ખેડૂતનો પુત્ર લંડનની પ્રખ્યાત સેંટ મેરીઝ હોસ્પિટલ એન્ડ મેડિકલ કૉલેજમાંથી સ્નાતક તરીકે ઉત્તીર્ણ થાય છે. અને ભવિષ્યમાં સર એલ્ક્ઝાન્ડર ફ્લેમીંગ તરીકે નામના મેળવે છે. જેમણે પેનીસીલીનની શોધ કરી.

વરસો પછી એ સજ્જનનો પુત્ર ન્યુમોનીયાથી પીડિત હતો, 

અને એ વ્યક્તિને બચાવ્યું કોણે? પેનીસીલીન.

એ સજ્જ્નનું નામ? લૉર્ડ રેન્ડોલ્ફ ચર્ચીલ

અને એમના પુત્રનું નામ? સર વિન્સ્ટન ચર્ચીલ.

કોઈકે ખરેખર કહ્યું છે કે જે તમે સાચા હ્રદયથી આપો છો તે તમને પાછું અવશ્ય મળે છે.

સોર્સ: ઈ-મેઈલ.

4 ટિપ્પણીઓ:

  1. વાહ ... થીયરી ઓફ કર્મા, હું આજે જ વિચારતો હતો કે વાવેલું હમેશા ઊગે જ છે, પણ પ્રશ્ન એ જ રહે છે કે એની કોઈ સમય સીમા હોતી નથી,અથવા અનુરૂપ કાળ નિશ્ચરિત હોતી નથી, કદાચ શ્રી ક્રુષ્ણ એ પણ ગીતા જી માં કહ્યું છે તું કર્મ કાર ફળ ની ઇરછા ના રાખ, કેમ કે તે જે કર્મ કર્યું હશે એ નું ફળ મળેજ છે, સ્વામી માધવતીર્થ અને આલ્બર્ટ આઇન્સ્ત્તન પણ કહે છે કે " કોઈ પણ કાળ સ્થિર કે કારણ વગર નથી, આજ નું કર્મ પાછલા કોઈ બનાવ નું ફળ છે અને આજ ના કર્મ ની પણ આગળ ફળ હોય છે જ,

    જવાબ આપોકાઢી નાખો