હોમ

સોમવાર, 10 ફેબ્રુઆરી, 2014

કાયદાના પાલનમાં જ કેમ લાલીયાવાડી? અને પછી કહેવું કે હલકું લોહી હવાલદારનું?

હલકું લોહી હવાલદારનું. આ કહેવત આપણે વારંવાર સાંભળતા હોઇએ છીએ. પણ એ હવાલદારને કયારે કોઇએ પુછ્યું છે કે સાચે શું છે? અને ખરેખર ક્યા સંજોગોમાં તમને હલકાઇ જોવા મળે કે તમને ખુબ આનંદ આવે??

મેં થોડા સમયમાં - ઓફીસ પાસેના ટ્રાફીક સીગ્નલ પાસે ચા પીવા જઈએ ત્યારે થોડો સત્સંગ થાય અને સારા રમુજી કીસ્સા મળે અને એમની તણાવ ભરેલ જીંદગીમાં રમુજ છે તે માનવીય ચહેરો પણ જોવા મળે.

કેટલાક કીસ્સા::

- જ્યારે પણ મોટી કારમાં જ્યારે લાઇસન્સ વગર કોઇ ડ્રાઇવીંગ કરતાં પકડાય એટલે પહેલો પ્રશ્ન: તને ખબર છે મારા પપ્પા કોણ છે?? હવે એનો સાચો જવાબ ગરીબ કોન્સ્ટેબલ કેમ આપી શકે?? કાં તો DNA ટેસ્ટ અને કાં તો પછી....
- અત્યારે તો બપોરે બે વાગ્યા છે, તો પણ નિયમ પાલન? કેમ જાણે રાજકોટના લોકોની જેમ નિયમો પણ ૧-૪ વચ્ચે સુસુપ્ત હોય.
- મેં લાલ સીગ્નલ તો જોયેલ, તમે નહોતા દેખાણા.
- આ ગાડી કોની છે તને ખબર છે? હમણા ને હમણા બકલ પટ્ટા ઉતરાવી દઈશ. (કોન્સટેબલ: સેડા લુતાય ન આવડતું હોય, પહેલા ઇ કરને મારા ભાય)
- બીજી વાર આ બાજુ તમારી સામે નહી આવું, આજે જવા દ્યો.
- મારા એક સગા ડી.એસ.પી. છે. (કોન્સ્ટેબલ: આ આંકડા જો નોંધ્યા હોત તો ખાલી રાજકોટ કે અમદાવાદમાં જ રહેતા લોકોના સગામાં ૧૦૦૦-૧૨૦૦ ડી.એસ.પી. રહેતા હોત)
- ડીપાર્ટમેન્ટવાળાની જ બાઇક/કાર છે. (ક્યું ડીપાર્ટમેન્ટ? એ ફોડ ક્યારેય ન પાડે)
- અમોઘ હથીયાર: ખાસ મહીલા જેન્ડર: તમે તો મારા મોટા ભાઇ જેવા છો. તહેવાર નિમીત્તે જવા દ્યો.
- અમોઘ હથીયાર (૨) : ખાસ મહીલા જેન્ડર: આંસુ, ચોધાર આંસુ. અને એ કરુણાનું પાન કરાવવા માટે ભઈલાનો સમુહ સમજાવવા આવે. અમને પકડી લ્યો, પણ બેનને જવા દ્યો.
- આ નિયમ તોડ્યો એ વાત માનું છું, પણ બીજું કાંઇ પણ સાંભળવા હું તૈયાર નથી. (કોન્સ્ટેબલ: તો શું તને પ્રેમગીત કે હાલરડાં સંભળાવું?)
- જે કરવું હોય એ કરી લ્યો. રૂપીયા છે જ નહી ને. કહેતા હોય તો આ ગાડી મુકતા જઈએ.
- હેલ્મેટ કે સીટ બેલ્ટ બાંધીએ તો એવી ગભરામણ થાય છે કે હાર્ટ એટેક જેવું થાય છે. એટલે નથી ઉપયોગ કરતો.
- મને ખબર જ નથી કે આ નિયમ છે. બોલો નહીતર ૧૦૦% ધ્યાન રાખ્યું હોત. આ વખતે માફ કરો. પગે લાગું.
આપની પાસે છે કોઇ આવા સચોટ બહાના...........????


1 ટિપ્પણી:

  1. કાનૂનભંગ માટે એક લેડી વાહન ચાલકને પોલીસે ઉભી રાખી અને નામ લખાવવા જણાવ્યું, પેલા બહેને ઘણા બહાના કાઢ્યા, અંતે કહે તમારા ઉપરી ફલાણાને ઓળખું છું, ફલાણા નેતા ને ઓળખું છું, પણ પેલો પોલીસ માન્યો નહિ, અને નામ લખવું જ પડ્યું, બધું પતિ ગયા પછી પોલીસે પુચ્છ્યું શું તમે મગનલાલને ઓળખો છો? મગનલાલને ઓળખતા હો તો કઈ કામ થાય,પેલા બહેન કહે હું કોઈ મગન છગન ને ઓળખતી નથી, કોણ છે એ મગન? પોલીસ કહે " બહેન એ જ મગનલાલ અહીં તમારી સામે ઉભો છે અને આપણું નામ લખે છે."

    જવાબ આપોકાઢી નાખો