હોમ

મંગળવાર, 8 જાન્યુઆરી, 2013

Travelers & Tourists - આવા મુસાફરો આવે એટલે આનંદ અને ખુબ આનંદ આપે,


:: મુસાફરીના ઉમદા અનુભવો ::


મુસાફરી મોટાભાગે મજબૂરીથી જ કરવી પડતી હોય છે. સીવાય કે વેકેશનમાં કોઈ દૂર હીલ સ્ટેશન ઉપર કે સમુદ્રકિનારો ફરવા જવાનું હોય. પણ વાહન, સ્થળ, પ્રદેશ, ભાષા આ તમામ ઉપર એક હંમેશા જીતે છે અને એ છે માણસો. અનુભવો તો એમના જ હોય. એને મોઢા ઉપર જવાબ ન આપી શકીએ, પણ મનમાં તો જવાબ નક્કી જ થઈ જાય કે અનુકુળતાએ આ જવાબ ચોપડાવી જ દેવો જોઇએ.

- પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભાગ્યેજ ચડતા મુસાફરો અને એમના અનુભવો

   - લગભગ ૧૨ વરસ પછી ટ્રેઇન/બસમાં બેઠો/બેઠી. વાઉ... આ અનુભવ પણ લેવો જોઇએ. 
(કેમ બાર વરસે રૂપિયા ભેગાં થયા?)
   - ઓહ ટ્રેઇન અંદરથી આવી હોય? રીઅલ્લી? કેટલી વિચિત્ર છે? 
(ના આ ટ્રેઇનમાં તો ખાલી ઘોડિયાં જ આવે, તમને ખબર ન હતી?)
   - આ કેટલી ગંદકી છે? (લે હમણાં તો ધોઈ હતી આખી ટ્રેઇન)
   - આમાં સુવાનું? (ના જા ને ભાઈ છાપરે, ઠંડક પણ મળશે)
   - હુહ્હ્હ્હ કેવાં કેવાં લોકો હવે વોલ્વોમાં જવા લાગ્યા? (તો કેવાં લોકો જવું જોઈએ?)
   - ક્લીનર - એસી કુલ કરના. (રાષ્ટ્રભાષામાં તો ભારે પ્રવીણ)
   - બસમાં બેસતાં તરત ક્લીનર યે બસ કબ પહોંચાડે ગા? (રાષ્ટ્ર્ભાષામાં હજી પણ પ્રવીણ)
   - રાસ્તેમેં ચાય-પાની કા સ્ટોપેજ આવેગા કે નહી? પેલે જ બોલ દો. (રાષ્ટ્રભાષામાં તો ભારે પ્રવીણ)
   - સીટ્સ તો એવી લાંબી કરશે - રીક્લાઇનર રહી અને આપણે તો ટીકીટના રૂપિયા વસૂલ કરવાના પાછાં. 
(બે વખત ઉબકા જેવા અવાજ કરો, આગલી સીટને ચોંટીને બેસી રહે)
   - અમુક સીટ્સ એવી લાંબી કરે જાણે તમે પૅસેન્જરને ખોળે લીધા હોય એમ લાગે.
   - પાન/મસાલાના કોગળા કરે અને કાચ લાલ કરી મૂકે. (પછી ખ્યાલ આવે કે વોલ્વોમાં કાચ ખૂલતા નથી)
   - બસ જ્યારે હાઇ-વે ઉપર કોઈ હોટેલ પાસે ઊભી રહે એટલે એટલો ઝડપથી દોડે જાણે બસ હવે નથી રહેવાતું...........

મોટા પરીવાર સાથે મુસાફરી કરતા લોકો અને તેમના અનુભવ

    - ચાલ બકુ કાકાના ખોળામાં બેસીજા. બારી તને મળી જ જાશે. 
(કાકો અજાણ્યો હોય અને ખુદના છોકરાં કોઈ દિવસ ખોળામાં બેઠાં ન હોય)
    - એ અમારો ૩૩, અને ૩૭ એમ બે અલગ અલગ ટીકીટ છે. જો તમે ત્યાં જતા રહો તો અમે એક સાથે રહી શકીએ 
( તો અમારે શું અલગ થવાનું તમારા માટે?)
    - લ્યો ચા પીવો, ઘરની છે. અને બકુના મમ્મી હાથેથી બનાવી છે. 
(અમારે તો બહાર જ બને અને બને તો પણ પગેથી બને)
    - છાપું આપોને, મેગેઝીન આપોને, અમને તો મુસાફરીમાં વાંચવાની બહુ ટેવ. (ખુદના ખર્ચે તો ખરીદો ક્યારેક)
    - બકુ હવે ચીકીને બારીમાં બેસવા દેશે. એ અંકલને બહુ હેરાન ન કરતી. (તમારી બારી તો લુંટાઇ જ ગઈ)
    - આ બેગ કોની છે? અને તમે જવાબ આપો એ પહેલાં તો બહાર માંડે મૂકવા, અને રુઆબ, અમારી સીટ છે અમે જ આંહીં બેગ મૂકશું. (બાપુજી રેલવે મંત્રી છે)
    - તમે જરા બહાર બેસો, અમારે જમવાનું છે. (અમે તો ગમ્મે એની થાળીમાંથી કોળિયા ચોરી લઈએ, એટલે બહાર કાઢવા બહુ સારા)
    - પ્રશ્નાવલી શરૂ - તમે ક્યાં ના? જાતે કેવાં? ક્યાં રહો છો? ક્યાં જવાના? ક્યારે પરત આવશો? રિઝર્વેશન છે કે નહી? ધંધો છે કે નોકરી? (અરે શ્વાસ તો લેવા દે)
    - અમારા ધાબળાને અડ્યા જ કેમ? અમારા ઓશીકાને અડ્યા જ કેમ? (હજી સુધી તો એ રેલવેની પ્રૉપર્ટી છે, ચોરવાનો ઇરાદો લાગે છે - અને ઝગડો કરવાનું એક બહાનું)
    - દર બીજા સ્ટેશન આવે પૂછશે, અમદાવાદ આવ્યું? આવે એટલે કહેશો. (ભલે ને ઓખા જવાનું હોય પણ જાણીને આનંદ કરવો)
    - સવારે - ટુથ-પેસ્ટ ઉધાર આપો તો જરા. (ઘેરે ટુથ બ્રશ ઉપર ચાંદલા કરતા હોય પણ મફતમાં લીટા તાણી લે)

હવાઈ જહાજ આઇ મીન એરો પ્લેઇનના મુસાફર (ડોમેસ્ટીક)

     - અમારે ઇન્ટરનેશનલમાં પ્લેઇન્સ મોકળા બહુ હોય યુ નો. (તો એમાં જા ને)
     - લેગ રૂમ સ્પેશીયસ બહુ હોય, યુ નો. (કહેતા હોય તો આગલી પાછલી સીટ્સ કઢાવી નાખીએ)
     - એર હોસ્ટેસ દેશી છે. (આમાં આપણે શું કરી શકીએ?)
     - અમારે ન્યાં ફૂડ બહુ ક્વોન્ટીટીમાં અને હાઇજીનીક મળે. આંહીં એવું ખરું કે? 
(આવે એટલે અડખે પડખે વાળાના ડબ્બા ઉતારી લ્યે)
     - પેલી એરલાઇન્સ બહુ સારી, અને ઓલી તો ખૂબ સારી (જેમાં બેઠાં છો એના તો વખાણ કરો)

કોઈકની કારમાં મુસાફરી કરતા મહેમાનો

     - મને તો આગળ જ ફાવે.
     - મારા છોકરાંઓને તો બારી જ જોઈએ.
     - અમારે તો હાઇ-વે ઉપર નીલકંઠમાં જ જમવા જોઈએ. (અરે તારું નીલકંઠ આ રોડ ઉપર ન આવે)
     - તમે બહુ ધીમે ચલાવો, અમારા બનેવી તો ૧૦૦-૧૨૫ જ હોય. (અરે એ તો ૪૨૦ પણ હોય એમાં અમારે શું?)
     - તમારી કાર બહુ નાની છે. (તમે હજી હીરો-મેજસ્ટીક ચલાવો છો એનું શું?)
     - હવે નવી લઈ લ્યો. (અરે આના તો હપતા તું ભરી દે હાલ)
     - બીસ્લેરીની બોટલ લઈ લેશો, અને નાસ્તો પણ લેશો. તળેલું બહુ ન લેતા. હું સીંગ-દાળિયા લેતો આવીશ
     - કાર ચોખ્ખી રાખતા હોય તો. 
(આ સૂચના મુસાફરીના ત્રણ કલાક પછી આપે, જ્યારે એના પરીવારો આખી કાર સીંગના ફોતરાંથી ભરી મૂકી હોય)
     - એસી બરાબર નથી હાલતું લાગતું.
     - જુના ગીત મૂકો, નવા ગીત મૂકો, ગજલ મૂકો, રેડિયો મૂકો (સૂચનાઓ અવિરત ચાલુ જ હોય)
     - એ આંહીં જુવો ને ન્યાં જુવો... હાથ તો એવા લાંબા કરશે કે ડ્રાઇવર મુંઝાઇ જાય કે મને તો સામે જોવા દો.



આપણું જીવન સાલું ડ્રાયફ્રુટ જેવું થઈ રહ્યું છે. રહી રહીને હાથમાં માળાહાળાઅખરોટબહુ આવે. - અનુભવોક્તિ



8 ટિપ્પણીઓ:

  1. લોલ્ઝ ...
    પલાંઠી વાળીને મોજાની સુગંધનો લાભ આપે એ જુદો ...

    જવાબ આપોકાઢી નાખો
  2. એક વખત હું મારા પત્નીને તેમને પીયર લેવા સ્કુટરને બદલે મારી જૂની એમ્બેસડર માં ગયો, તે જોઈ તેઓ બોલ્યા," આ શું? આટલી મોટી ગાડી લઈને તો વાતું હશે?" મારે કહેવું પડ્યું, " ધેર આ સહુથી નાની ગાડી પડેલી હતી એટલે એમાં આવ્યો"
    મીતેશભાઇ સુંદર વર્ણન કર્યું છે અને કાયમ કરો છો, આવું લાખો અને અમને મોજ કરવો,

    જવાબ આપોકાઢી નાખો
  3. યુ સી, આમ તો બોમ્બે ફ્લાઇટમાં જ જાઉ છું પણઆ વખતે સાથે ફેમીલી છે ને તો થયું કે ટ્રેનમાં વધારે સમય સાથે રરહેવાશે!
    .. મસ્ત... મજા પડી ગઇ!

    જવાબ આપોકાઢી નાખો
  4. યુ સી, આમ તો બોમ્બે ફ્લાઇટમાં જ જાઉ છું પણઆ વખતે સાથે ફેમીલી છે ને તો થયું કે ટ્રેનમાં વધારે સમય સાથે રરહેવાશે!
    .. મસ્ત... મજા પડી ગઇ!

    જવાબ આપોકાઢી નાખો
  5. અમુક આઈટમો બુટ સાથે ઉપરના પાટિયે ચડીને આપણા માથા ઉપર ચરણ રજ ભભરાવી અને આપણને પવન પણ કરે...
    ઈન્ની મિન્ની અનુભવોક્તિઓમા મજ્જા આવી ...

    જવાબ આપોકાઢી નાખો
  6. આને કહેવાય- "પારકે જ્લ્સે પોતે પહોળા"...

    જવાબ આપોકાઢી નાખો